મહિલા હોકી વર્લ્ડ કપના પ્રમોશનમાં ભારતીય ધ્વજમાંથી અશોક ચક્ર ગાયબ

મહિલા હોકી વર્લ્ડ કપના પ્રમોશનમાં ભારતીય ધ્વજમાંથી અશોક ચક્ર ગાયબ
ભારતીય ટીમ શનિવારે પહેલી મૅચમાં ઇંગ્લૅન્ડ સામે ટકરાશે
 
નવી દિલ્હી, તા.19: મહિલા હોકી વર્લ્ડ કપનો પ્રારંભ લંડન ખાતે 21 જુલાઇથી થશે. વર્લ્ડ કપ પૂર્વે ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન (એફઆઇએચ) દ્વારા લંડનની ટેમ્સ નદીના કિનારે એક પ્રમોશનલ ઇવેન્ટનું આયોજન થયું હતું. જેમાં ભાગ લેનાર તમામ 14 ટીમોની કેપ્ટનોએ તેમના દેશના ઝંડા સાથે સામૂહિક તસવીર ખેંચાવી હતી. આ તસવીરમાં રાની રામપાલ બીજા દેશોની સુકાનીઓની જેમ ઝંડા પાસે ઉભી હતી, પણ ભારતીય તિરંગામાંથી અશોક ચક્ર ગાયબ હતું.
આ ભૂલ પર રાની રામપાલનું પણ ધ્યાન ગયું ન હતું. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે એફઆઇએચના અધ્યક્ષ તરીકે હાલ હોકી ઇન્ડિયાના નરિન્દર બત્રા જ છે. તેમણે પણ આ મામલે કોઇ ટિપ્પણી કરી નથી. આયોજકોની આ બેદરકારી બાદ ભારતીય ચાહકો રોષે ભરાયા હતા.
અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે મહિલા હોકી વર્લ્ડ કપનો પ્રારંભ 21મી શનિવારથી થઈ રહ્યો છે. ભારતીય મહિલા હોકી ટીમ આઠ વર્ષ બાદ વર્લ્ડ કપ રમશે. ભારતનો પહેલો મેચ 21મીએ યજમાન ઇંગ્લેન્ડ સામે હશે.
 આ પછી આયરલેન્ડ સામે 16 અને યૂએસએ સામે 29મીએ ગ્રુપ સ્ટેજના મેચ રમશે. મહિલા હોકી વર્લ્ડ કપમાં ભારતીય ટીમે શ્રેષ્ઠ પ્રદર્શન 1974માં કર્યું હતું. ત્યારે ભારતીય મહિલા હોકી ટીમ ચોથા સ્થાને રહી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer