ધોનીની નિવૃત્તિની ચર્ચા બકવાસ : કોચ શાત્રી

ધોનીની નિવૃત્તિની ચર્ચા બકવાસ : કોચ શાત્રી

મુંબઈ, તા.19: ઇંગ્લેન્ડ વિરુદ્ધના ત્રીજા અને આખરી વન ડેની હાર બાદ પૂર્વ સુકાની એમ. એસ. ધોનીએ એવો સંકેત આપ્યો હતો કે તે સંન્યાસ લઇ રહ્યો છે. આથી ધોનીની નિવૃત્તિ પર સતત ચર્ચા ચાલી રહી છે. આ મામલો આગળ વધતા હવે ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાત્રી સામે આવ્યા છે. શાત્રીએ સ્પષ્ટ કર્યું છે કે ધોનીએ અમ્પાયર પાસેથી બોલ એટલા માટે માંગ્યો હતો કે તે બોલિંગ કોચ ભરત અરુણને બોલની સ્થિતિ બતાવવા માંગતો હતો. ધોનીની નિવૃત્તિની વાતો નિરાશાજનક અને બકવાસ છે. ધોની ક્યાંય જઇ રહ્યો નથી. ધોનીના નજીકના સૂત્રોએ પણ ધોનીના સંન્યાસની વાતને નકારી છે. 
અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે ત્રીજા ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામેની 8 વિકેટે હાર બાદ ધોનીએ અમ્પાયર પાસે બોલ માંગ્યો હતો. વીડિયોમાં એવું પણ જોવા મળ્યું કે ધોની અમ્પાયર સાથે વાત પણ કરી રહ્યો હતો. આ પહેલા જ્યારે ધોનીએ ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધી હતી ત્યારે પણ તેણે સાથે સ્ટમ્પ અને બોલ લીધા હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer