ફિઝિયોની ભૂલથી સાહાનું કેરિયર જોખમમાં મુકાયું

ફિઝિયોની ભૂલથી સાહાનું કેરિયર જોખમમાં મુકાયું

સર્જરી કરાવવી પડશે, બે મહિના સુધી મેદાન બહાર રહેવું પડશે
 
નવી દિલ્હી તા.19: અંગૂઠાને ઇજાને લીધે નેશનલ ક્રિકેટ એકેડેમી-બેંગ્લોર (એનસીએ)માં રિહેબિલિટેશનની પ્રક્રિયામાંથી પસાર થઇ રહેલો ભારતીય ટેસ્ટ ટીમનો વિકેટકીપર રિધ્ધિમાન સાહાની કેરિયર ફિઝિયોની કથિત ભુલને લીધે જોખમમાં મુકાઇ છે. બીસીસીઆઇના એક અધિકારીએ સ્વીકાર્યું છે કે એનસીએમાં રિહેબિલિટેશન દરમિયાન થયેલી ભુલને લીધે મુશ્કેલી ઉભી થઇ છે. આથી સાહાએ આવતા મહિને ઇંગ્લેન્ડમાં ખભાની સર્જરી કરાવવી પડશે. જેથી તે લગભગ ઓસ્ટ્રેલિયાનો આગામી પ્રવાસ પણ ગુમાવશે. સર્જરીને લીધે તેણે ઓછામાં ઓછા બે મહિના સુધી ક્રિકેટથી દૂર રહેવું પડશે. આ પછી ફરી રિહેબિલિટેશન કાર્યક્રમ શરૂ થશે. રિધ્ધિમાન સાહાને આઇપીએલ દરમિયાન અંગૂઠામાંઇજા થઇ હતી. જયારે ખભાની ઇજા દ. આફ્રિકાના પ્રવાસ દરમિયાન થઇ હતી. આથી તે પ્રવાસ પડતો મુકીને પરત ફર્યોં હતો. ત્યારે એવું નકકી થઇ શકયું ન હતું કે તેની ખભાની ઇજા આટલી ગંભીર હશે.


© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer