આરકૉમે સતત સાતમા ત્રિમાસિકમાં ખોટ નોંધાવી

આરકૉમે સતત સાતમા ત્રિમાસિકમાં ખોટ નોંધાવી
મુંબઈ, તા. 19 : રિલાયન્સ કોમ્યુનિકેશન (આરકોમ) એ જૂન 2018માં પૂરા થયેલા પહેલા ત્રિમાસિકમાં આવકમાં 26 ટકાનો ઘટાડો નોંધાવ્યો છે, આવક રૂા. 1006 કરોડ છે. 
દેવાં હેઠળ દબાયેલી ટેલિકોમ કંપની આર કોમે કહ્યું કે પહેલા 6 ત્રિમાસિકમાં કંપનીની ખોટ ઘટી છે અને ડેટ રેઝોલ્યુશન પ્રક્રિયા સપ્ટેમ્બર સુધીમાં પૂરી થઈ જવાનો વિશ્વાસ છે. 
એપ્રિલ - જૂન ત્રિમાસિકમાં કંપનીને રૂા. 342 કરોડની ખોટ થઈ છે. કંપનીએ કહ્યું કે એક્સેસ ચાર્જિસ સ્વરૂપે ખર્ચમાં ઘટાડો થવાથી અને લાઇસન્સિંગ ફીને કારણે ખોટ ઘટવામાં મદદ મળી છે. 
કંપનીએ સતત સાતમા ત્રિમાસિકમાં ખોટ નોંધાવી છે પણ પાછલા ત્રિમાસિકની રૂા. 19,800 કરોડ અને ગયા વર્ષના સમાન ગાળાના રૂા. 1221 કરોડની ખોટની સરખામણીએ ઘટાડો થયો છે. 
અન્ય ટેલિકોમ કંપનીની જેમ આરકોમને પણ તીવ્ર ભાવ યુદ્ધનો સામનો કરવો પડયો હતો. સૌથી વધારે સમસ્યા આર કોમને જ નડી હતી.
અનિલ અંબાણી સંચાલિત આરકોમ તેની રૂા. 18,100 કરોડની અસ્કયામત રિલાયન્સ જિઓ ઈન્ફોકોમ અને કેનેડાની બ્રુકફિલ્ડને વેચશે. જેને કારણે તેનું ઘણું દેવું ઘટશે. માર્ચ 2017 પ્રમાણે આરકોમે બૅન્કને સાત અબજ ડૉલર ચૂકવવાના છે. 
હાલ ચાલી રહેલી ડેટ રેઝોલ્યુશન પ્રક્રિયા વર્ષ 2018-19ના બીજા ત્રિમાસિકમાં પૂરી થવાનો કંપનીને વિશ્વાસ છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ટેલિકોમ કંપની જિઓ ઈન્ફોકોમ વર્ષ 2016માં પ્રવેશી તે પછી આરકોમની સ્થિતિ વધારે નબળી પડી હતી. 
એક સમયે દેશની બીજા ક્રમાંકની ટેલિકોમ કંપની ગણાતી આરકોમે ગયા વર્ષે તેનો મોબાઈલ બિઝનેસ બંધ કર્યો હતો. વાયરલેસ બિઝનેસનાં વેચાણ પછી કંપની ડેટા સેન્ટર્સ અને અંડરસી કેબલિંગના એન્ટરપ્રાઈસ બિઝનેસ ઉપર ધ્યાન આપશે. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer