કાશ્મીરના કુપવાડામાં એક આતંકવાદી ઠાર


નવી દિલ્હી, તા. 19 : જમ્મુ કાશ્મીરના કુપવાડામાં આવતા હંદવાડા વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં એક આતંકવાદીને ઢેર કરવામાં આવ્યો છે. સુરક્ષાદળના વરિષ્ઠ અધિકારીના કહેવા પ્રમાણે ગુરૂવારે બપોરે સીઆરપીએફની 92મી બટાલિયન, જમ્મૂ કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને રાષ્ટ્રીય રાઈફલની 47મી બટાલિયને હંદવાડામાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જેમાં આતંકવાદીઓએ સુરક્ષા દળો ઉપર ઓચિંતો ગોળીબાર શરૂ કર્યો હતો. વળતા જવાબમાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો હતો. 
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer