ઉત્તરાખંડમાં ખાઇમાં બસ ખાબકી : 16નાં મૃત્યુ


ટિહરી, તા. 19 : ઉત્તરાખંડના ટિહરી જિલ્લામાં 25 લોકોથી ભરેલી બસ માર્ગથી 250 મીટર ઊંડી ખાઇમાં પડી ગઇ હતી. આ ઘટનામાં બસમાં મુસાફરી કરી રહેલા 16 લોકોનું મોત થયું હતું, જ્યારે 9 લોકો ઇજા પામ્યા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માત ટિહરી જિલ્લાના હૃષીકેશ-ગંગોત્રી રાષ્ટ્રીય રાજમાર્ગ-નેશનલ    હાઇવે-94 પર થયો હતો. ઉત્તરાખંડ પરિવહનની રોડવેઝ બસ સૂર્યધારની પાસે દુર્ઘટનાગ્રસ્ત બની હતી. ભટવાડી-ઉત્તર કાશીથી હરિદ્વાર જઇ રહેલી આ બસમાં 25 લોકો સવાર હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer