ચાર ઇંચ વરસાદથી વડોદરા થયું પાણી પાણી : સિટી બસ સેવા બંધ, ગરનાળામાં પાણી ભરાયાં

ચાર ઇંચ વરસાદથી વડોદરા થયું પાણી પાણી : સિટી બસ સેવા બંધ, ગરનાળામાં પાણી ભરાયાં

અમારા પ્રતિનિધિ તરફથી
વડોદરા, તા.19 : શહેરમાં સતત વરસી રહેલા વરસાદને કારણે જનજીવન પર અસર પડી હતી. ગઈ રાતથી વરસી રહેલો વરસાદ આજે પણ ચાલુ રહ્યો હતો. વડોદરામા ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો જેથી વડોદરા શહેરના અલકાપુરી ગરનાળામાં પાણી ભરાઈ ગયાં હતાં  અને સિટી બસ સેવા પણ બંધ કરવાની ફરજ પડી હતી. 
વડોદરા શહેરમાં વરસેલા ચાર ઇંચ વરસાદથી વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં જેને કારણે લોકો અટવાઈ ગયા હતા. સવારે શાળાએ જતાં બાળકોને લેવા માટે સ્કૂલ-વૅન ન પહોંચતાં શાળાઓમાં પાંખી હાજરી જોવા મળી હતી. વડોદરા શહેરના અલકાપુરી ગરનાળામાં પાણી ભરાઈ જતાં અવર-જવર બંધ થઈ ગઈ હતી. ગરનાળા પાસે ખાનગી કંપનીની બસ ફસાઈ ગઈ હતી. 
વૈદિક પદ્ધતિથી વરસાદની આગાહી 92 ટકા સાચી પડતી 
દરમિયાન 2006થી 2012 સુધી સરકાર અખાત્રીજથી એક મહિના સુધી ગામેગામ રથ ફેરવતી જેમાં અમારી ટીમે બનાવેલા વરસાદી કૅલેન્ડરને દર્શાવતું હતું. એનાથી ખેડૂતો અનુમાન લગાવી શકતા કે અમારે કયા સમયે બીજ વાવવાનાં છે અને ક્યારે પાક લણવાનો છે એમ પ્રો. વિદ્યાધર વૈદ્યે જણાવ્યું હતું.
આ વરસાદી કૅલેન્ડર દ્વારા કરવામાં આવતી આગાહી 92 ટકા સાચી પડતી હતી હતી. પછીનાં વર્ષોમાં એટલે કે 2012 પછી ફન્ડિંગના અભાવે અમે કૅલેન્ડર ન બનાવી શક્યા, કારણ કે વર્ષે દોઢ લાખ રૂપિયાનો ખર્ચ એક કૅલેન્ડર બનાવવા પાછળ થતો હતો.  હવે 2018નું આ વર્ષે કૅલેન્ડર બનાવ્યું છે એ પ્રમાણે કહી શકાય કે આ વર્ષે વડોદરા શહેર સહિત રાજ્યયભરમાં વરસાદ છે. 
ખાસ નવરાત્રિ અને ગણપતિ આખા રાજ્યમાં સૌથી ભવ્ય રીતે ઊજવાય છે અને એ સમયે શહેરમાં વરસાદ નહીં હોય એવું વિજ્ઞાન ભારતી સંસ્થાની ગુજરાત બ્રાન્ચ વિજ્ઞાન ગુર્જરી સંસ્થા દ્વારા યોજાયેલા પૌરાણિક હવામાન વિજ્ઞાન વિશે રાખવામાં આવેલી ટૉકમાં ગુજરાત પ્રાંતના વિજ્ઞાન ગુર્જરના પ્રમુખ પ્રો. વિદ્યાધર વૈદ્યે જણાવ્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer