100 રૂપિયાની નવી નોટમાં હશે પાટણની `રાણીની વાવ''નું ચિત્ર

100 રૂપિયાની નવી નોટમાં હશે પાટણની `રાણીની વાવ''નું ચિત્ર

ગાંધીજીની તસવીર બાદ દેશની  ચલણી નોટમાં બીજી  વાર `ગુજરાતી ગૌરવ'ને સ્થાન
 
નવી દિલ્હી, તા. 19 : ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ) દ્વારા ટૂંક સમયમાં 100 રૂપિયાની નવી નોટ જારી કરાશે.  મહાત્મા ગાંધીની શ્રેણીની  આ નવી નોટો પર ગવર્નર ઉર્જિત પટેલના હસ્તાક્ષર હશે. 
આરબીઆઈ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર આ નવી નોટોના પાછળના ભાગ પર ગુજરાતના પાટણ જિલ્લાની `રાણકી વાવ'નું ચિત્ર હશે. 
નોટ પર ભારતીય ઐતિહાસિક વારસાની ઝલક બતાવવાના આશય સાથે પાટણની `રાણીની વાવ' પર પસંદગી ઉતારાઈ છે. 
આ નોટનો રંગ જાંબલી જેવો હશે.  અગાઉથી ચલણમાં છે, તેવી તમામ 100ની નોટો પણ માન્ય રહેશે,  આંકડામાં 100 નીચેની બાજુએ લખ્યું હશે, જૂની નોટની જેમ જ મધ્યમાં ગાંધીજીની તસવીર હશે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer