ભાગેડુ આર્થિક અપરાધીઓની હવે ખેર નથી?: ખરડો પસાર

ભાગેડુ આર્થિક અપરાધીઓની હવે ખેર નથી?: ખરડો પસાર
મિલકતો જપ્ત થઈ શકશે: ભ્રષ્ટાચાર નિવારણ ખરડો રાજ્યસભામાં પસાર
 
નવીદિલ્હી, તા.19: લોન લઈને બેન્કોને ચૂનો ચોપડીને વિદેશ ભાગી જતાં વિજય માલ્યા અને નિરવ મોદી જેવા આર્થિક ગુનેગારો ઉપર સકંજો કસવા હવે સંલગ્ન તપાસ એજન્સીઓ અને અધિકારીઓને વધુ ધારદાર સત્તા મળી છે. લોકસભામાં આજે બહુમત સમર્થન સાથે આર્થિક અપરાધી ખરડો-2018 પસાર કરી દેવામાં આવ્યો છે. જ્યારે રાજ્યસભામાં ભ્રષ્ટાચાર નિવારણ સુધારા ખરડો પણ પસાર કરી દેવામાં આવ્યો હતો.
લોકસભામાં આજે કાર્યવાહીની આરંભે જ મુલકી ઉડ્ડયન મંત્રી જયંત સિંહાએ ટોળાએ કરેલી હત્યાનાં આરોપીઓને સન્માનિત કર્યા હોવા મુદ્દે વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યા હતાં. લોકસભામાં આજે દિવસની કાર્યવાહીનાં અંત પૂર્વે આર્થિક અપરાધી ખરડો પસાર કરવામાં આવ્યો હતો. આ કાયદો બનતા ભાગેડુ આર્થિક અપરાધીઓની મિલકતો ટાંચમાં લેવા અને જપ્ત કરવાનો અધિકાર એજન્સીઓને મળશે. હવે આવતીકાલે ગૃહ મળશે ત્યારે અવિશ્વાસ પ્રસ્તાવ હાથ ધરવામાં આવતાં બળાબળનાં પારખા થશે. બીજીબાજુ રાજ્યસભામાં ભ્રષ્ટાચાર નિવારણ ધારામાં સુધારાની ચર્ચા માટે કામગીરીનો સમય રાત્રે 8 વાગ્યા સુધી લંબાવવામાં આવ્યો હતો અને દિવસની કાર્યવાહી પૂર્ણ થાય તે પૂર્વે આ મહત્વનો ખરડો પણ રાજ્યસભામાં પસાર કરી દેવામાં આવ્યો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer