`મનમરઝિયાં''નું ટ્રેલર રિલીઝ થયું

`મનમરઝિયાં''નું ટ્રેલર રિલીઝ થયું
ફિલ્મસર્જક અનુરાગ કશ્યપ અનોખી રીતે ફિલ્મનું નેરેટીવ કરવામાં માહેર છે. તેમની આગામી ફિલ્મ `મનમરઝિયાં' ટૂંક સમયમાં (ટુ બી પ્રિસાઈઝ 14મી સપ્ટેમ્બરે) રિલિઝ થવાની છે, જ્યારે તેનું ટ્રેલર ગુરુવાર, નવમી અૉગસ્ટે રિલિઝ કરવામાં આવ્યું હતું.
`મનમરઝિયાં'ના મુખ્ય કલાકારો છે અભિષેક બચ્ચન, તાપસી પન્નુ અને વિકી કૌશલ. ઈરોઝ ઈન્ટરનેશન અને આનંદ એલ. રાયની પ્રસ્તુતિ અને ફેન્ટમ ફિલ્મ્સ દ્વારા નિર્મિત આ કલર યલો પ્રોડકશનની ફિલ્મનું સંગીત અમિત ત્રિવેદીએ આપ્યું છે. જેણે અનુરાગની જ ફિલ્મ `દેવ-ડી' દ્વારા સંગીતકાર તરીકેની તેની કારકિર્દી શરૂ કરી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer