ક્રિસ પ્રેટ સાથેની પ્રિયંકાની ફિલ્મ અટકી પડી

ક્રિસ પ્રેટ સાથેની પ્રિયંકાની ફિલ્મ અટકી પડી
અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ હૉલીવૂડના હીરો ક્રિસ પ્રેટ સાથેની ફિલ્મ `કાઉબોય નિન્જા વાઈકિંગ' કરવા માટે સલમાન ખાનની `ભારત' છોડી દીધી હતી, પરંતુ આ મુદ્દે પ્રિયંકાએ મોટો આંચકો અનુભવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આ ફિલ્મના નિર્માતા યુનિવર્સલ પિકચર્સે ફિલ્મનું નામ જ રિલિઝ કેલેન્ડર પરથી હટાવી લીધું છે, જેની રિલિઝ તારીખ 28 જૂન, 2019 નક્કી કરવામાં આવી હતી. જોકે, અન્ય સૂત્રોના જણાવવા મુજબ ફિલ્મનું નિર્માણ હજી પણ પ્રેટ, ચોપરા અને દિગ્દર્શક માઈકલ મેકલર્સના નામ બોર્ડ પર રહેવાની સાથે વિચારણા હેઠળ છે. ફિલ્મની કથાવાર્તા `કાઉબોય', `નિન્જા' અને `વાઈકિંગ'ની આસપાસ વણાયેલી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer