જોન સાથે કામ કરતા સલામતી અનુભવું છું : ડાયના

જોન સાથે કામ કરતા સલામતી અનુભવું છું : ડાયના
અભિનેત્રી ડાયના પેન્ટીએ 2012માં ફિલ્મ `કોકટેલ' (સૈફ અલી ખાન) દ્વારા બૉલીવૂડમાં પદાર્પણ કર્યું હતું અને ત્યાર બાદ `હેપ્પી ભાગ જાયેંગી' (2016) ફિલ્મમાં નખરાળી યુવતીની ભૂમિકા ભજવી હતી, જે એક રોમેન્ટિક કોમેડી હતી. તત્પશ્ચાત ડાયનાએ `પરમાણુ' અને `લખનઉ સેન્ટ્રલ' ફિલ્મોમાં કામ કર્યું હોઈ હવે તે `હેપ્પી'ની સિકવેલમાં પણ મુખ્ય રોલમાં છે.
ડાયના પેન્ટીએ `પરમાણુ' ફિલ્મમાં કામ કરતી વેળાની પોતાની યાદોનું વર્ણન કરતા જણાવ્યું હતું કે `મેં આ ફિલ્મની નિર્માણ ક્રિયાને સંપૂર્ણપણે માણી હતી અને જૉન અબ્રાહમ સાથે કામ કરવાની મને ખૂબ જ મજા પડી હતી. હું હજી પણ તેમની સાથે કામ કરતા સંપૂર્ણપણે સલામતી અનુભવું છું, કેમ કે તેઓ અભિનેતા અને પ્રોડયુસર હોવાની સાથે એક ઉમદા ઈન્સાન પણ છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer