સોનાક્ષીએ રિક્રિયેટ કર્યું હેલનનું `મેરા નામ ચીન ચીન ચુ''

સોનાક્ષીએ રિક્રિયેટ કર્યું હેલનનું `મેરા નામ ચીન ચીન ચુ''
કોમિક ફ્રેન્ચાઈઝ `હેપી ફિર ભાગ જાયેંગી'ના બીજા ઈન્સ્ટોલમેન્ટમાં સોનાક્ષી સિંહાએ રિક્રિયેટ કરેલું પચાસના દાયકાનું આઈકોનિક ગીત `મેરા નામ ચીન ચીન ચુ' ફિલ્મનું અનેરું આકર્ષણ બની રહેશે. મૂળ `હાવડા બ્રિજ' ફિલ્મનું આ ગીત ગીતા દત્તે ગાયું હતું અને તે ફિલ્મમાં હેલન પર ફિલ્માવવામાં આવ્યું હતું.
આ પ્રકારે હેપી ફિર ભાગ જાયેંગીની ટીમે અનોખી રીતે શક્તિ સામંતની આ ફિલ્મ (હાવડા બ્રિજ)ના ગીતના સર્જકો એટલે કે સંગીતકાર ઓ. પી. નૈયર, ગાયિકા ગીતા દત્તને અનોખી રીતે ભાવાંજલિ આપી છે. ગીતના આ નવા વર્ઝન અંગે સોનાક્ષીએ કહ્યું હતું કે `હેલન આન્ટીના આ મૂળ નૃત્યને રિક્રિયેટ કરવા બદલ હું ગૌરવ અનુભવું છું.'

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer