બીજી ટેસ્ટનો પહેલો દિવસ વરસાદમાં ધોવાયો

બીજી ટેસ્ટનો પહેલો દિવસ વરસાદમાં ધોવાયો
લંડન તા.9: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેના બીજા ટેસ્ટનો પહેલો દિવસ વરસાદમાં ધોવાઇ ગયો હતો. ઔતિહાસિક લોડર્સના મેદાન પર આજથી શરૂ થયેલ બીજા ટેસ્ટના પહેલા દિવસે વરસાદનું વિધ્નને લીધે ટોસ પણ ઉછાળવામાં આવ્યો ન હતો. આખરે ચાના સમય બાદ બન્ને અમ્પાયરે આજના દિવસની રમત સમાપ્ત જાહેર કરી દીધી હતી. મેચમાં હજુ ટોસ થયો ન હોવાથી ભારતીય ઇલેવન પર સસ્પેન્સ યથાવત રહયું હતું. હવે વરસાદને લીધે ભારતીય ટીમના સમીકરણમાં ફેરફાર થઇ શકે છે. અગાઉ પૂર્વ સુકાની સૌરવ ગાંગુલીએ કહયું હતું કે વરસાદી મોસમને લીધે ભારતે બે સ્પિનર સાથે રમવું જોઇએ. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer