કુમારસ્વામીની શપથવિધિમાં માત્ર 7 મિનિટમાં 42 લાખનો ખર્ચ !

બેંગ્લોર, તા. 9 : કર્ણાટકમાં કોંગ્રેસ સાથે મળીને જોડાણ સરકાર રચનાર જનતાદળ (એસ) નેતા એચ.ડી. કુમારસ્વામીના શપથગ્રહણ સમારોહમાં માત્ર સાત મિનિટમાં 42 લાખ રૂપિયા ખર્ચી નખાયા હતા. એક દિવસના કાર્યક્રમ માટે `જનતાના સેવકો'એ લાખો રૂપિયા ખર્ચ્યા હતા. `આમઆદમી' કેજરીવાલના ખાસ ખર્ચામાં બિલ બે લાખ સુધી પહોંચ્યું હતું તેવો ખુલાસો એક આરટીઆઈ અરજીના જવાબમાં કરાયો છે.
એક અખબારને મળેલા દસ્તાવેજો અનુસાર, કુમારસ્વામીના શપથગ્રહણમાં 42 મોટા નેતાઓને આમંત્રિત કરાયા હતા.
આ સમારોહમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ પર સૌથી વધુ 8,72,485 રૂપિયાનો ખર્ચ થયો હતો. પૂર્વ લોકાયુક્ત સંતોષ હેગડેએ મહેમાનો પર આટલા જંગી ખર્ચ બદલ રાજ્ય સરકારની ટીકા કરતાં કહ્યું હતું કે, વિકાસકામો માટે પૈસા નથી તેવું કહેતી સરકારે આવા ખોટા ખર્ચ કરવા ન જોઈએ.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer