હિંસક આંદોલનકારીઓ પાસે નુકસાન ભરપાઈ માટે વડી અદાલતમાં અરજી

મુંબઈ, તા. 9 : મહારાષ્ટ્રમાં અનામત બેઠકો માટે મરાઠાઓ દ્વારા કાઢવામાં આવતા મોરચા ઉપર બંધી લાદવાની અને હિંસા આચરનારાઓ પાસેથી નુકસાન વસૂલ કરવાની વિનંતી કરતી અરજી મુંબઈ વડી અદાલતમાં દ્વારકાનાથ પાટીલ નામના ખેડૂતે નોંધાવી છે. પાટીલે તેમના ધારાશાત્રી આશિષ ગિરિ મારફતે અરજી નોંધાવી છે. તેની સુનાવણી આવતી 13મી અૉગસ્ટે થશે. આ અરજીમાં આંદોલનકારીઓને કલમ 149 હેઠળ નોટિસ આપવાની વિનંતી કરવામાં આવી છે.
દરમિયાન મરાઠા આરક્ષણ મોર્ચા તરફથી `મહારાષ્ટ્ર બંધ' જાહેર કરાયું હતું, પણ કલ્યાણ અને ડોંબિવલીને બંધમાંથી બાકાત રખાયા હતા. મરાઠા મોર્ચા તરફથી આજે સવારે 11 વાગે મૂક મોર્ચો તહસીલદારની કચેરી ઉપર લઈ જવાયો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer