હરિવંશે લોકનાયક જયપ્રકાશ નારાયણ પાસેથી પ્રેરણા લીધી છે : વડા પ્રધાન

પ્રમોદ મુઝુમદાર તરફથી
નવી દિલ્હી, તા. 8 : વડા પ્રધાને પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આજે ભારત છોડો આંદોલનની વર્ષગાંઠ છે અને નવા ચૂંટાયેલા ડેપ્યુટી ચૅરમૅન ઉત્તર પ્રદેશના બલિયાના છે જે 1857ના સ્વતંત્રતા સંગ્રામના સમયથી સ્વતંત્રતા આંદોલન સાથે જોડાયેલું રહ્યું છે. હરિવંશે લોકનાયક જયપ્રકાશ નારાયણ પાસેથી પ્રેરણા લીધી છે. તેમણે ભૂતપૂર્વ વડા પ્રધાન ચંદ્રશેખર સાથે પણ કામ કર્યું હતું.
વડા પ્રધાને જણાવ્યું હતું કે ચંદ્રશેખર સાથે કામ કરવાને કારણે હરિવંશને પહેલેથી જ ખબર હતી કે ચંદ્રશેખર હોદ્દો છોડી દેશે, પરંતુ તેમણે આ વાતની જાણ પોતાના અખબારને થવા દીધી નહોતી જે તેમની નૈતિકતા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. હરિવંશે ઘણું લેખન કાર્ય કર્યું છે અને વર્ષો સુધી સમાજસેવા કરી છે એમ મોદીએ વધુમાં જણાવ્યું હતું.
વડા પ્રધાને કૉંગ્રેસના સાંસદ હરિપ્રસાદને પણ અભિનંદન આપ્યાં હતાં. તેમણે અવરોધરહિત ચૂંટણી માટે રાજ્યસભાના અધ્યક્ષ અને તમામ સાંસદોને પણ અભિનંદન આપ્યાં હતાં.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer