કેલિફોર્નિયામાં શીખ બુઝુર્ગ પરના હુમલા અંગે પોલીસ વડાના પુત્ર સહિત બે ઝડપાયા


ન્યુ યોર્ક, તા. 9: કેલિફોર્નિયાના માન્ટેકા ખાતે સોમવારે સાહિબસિંહ નાટ નામના 71 વર્ષીય શીખને લૂંટવાના પ્રયાસ અને હુમલાના આરોપસર પોલીસે કેલિફોર્નિયા શહેરના પોલીસ વડાના 18 વર્ષના પુત્ર અને એક 16 વર્ષીય સગીરની ધરપકડ કરી હતી. આ હુમલો ઘૃણામંડિત ગુનો છે કે કેમ તેની જાંચ તપાસનીશો કરે છે. દરમિયાન ઉકત પોલીસ વડાએ તેમના ફેસબુક પેજ પર જણાવ્યુ હતું કે `આવો ખોફનાક ગુનો કરનારમાં એક મારો પુત્ર હોવાનું જાણી આઘાત અનુભવું છું. મારો પુત્ર કુટુંબ અને ઘરથી છેડો ફાડી ચૂકયો છે.' 
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer