મોદીની વિચારધારા દલિતવિરોધી : રાહુલ

જંતરમંતર પર દેખાવોમાં જોડાયા કૉંગ્રેસપ્રમુખ 
 
નવી દિલ્હી, તા. 9 : એસ.સી. - એસ.ટી. કાયદો તેમજ અનામતના દલિત સમુદાય મોદી સરકારથી નારાજ છે. આજે દેશભરમાં અનેક દલિત સંગઠનોએ વિરોધી દેખાવો કર્યા હતા, ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, સીપીઆઇ (એમ) મહામંત્રી સીતારામ યેચુરી દિલ્હીનાં જંતરમંતર પર પ્રદર્શનમાં જોડાવા પહોંચ્યા હતા.
રાહુલે નરેન્દ્ર મોદી પર પ્રહારો કરતાં કહ્યું હતું કે, વડાપ્રધાનનાં મનમાં દલિતો માટે કોઇ જગ્યા નથી. મોદીની વિચારધારા જ દલિત વિરોધી છે.
અમે સૌ સાથે મળીને 2019માં તેમને હરાવીશું. કોંગ્રેસે હંમેશાં એસ.સી. - એસ.ટી. કાયદાની રક્ષા કરી છે અને ભવિષ્યમાં પણ કરતા રહેશું, તેવું રાહુલે જણાવ્યું હતું.
કોંગ્રેસ અધ્યક્ષે કેસરિયા પક્ષ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, આજે જ્યાં પણ ભાજપની સરકાર છે, ત્યાં  દલિતો પર હુમલા થઇ રહ્યા છે.
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, મોદી મુખ્યમંત્રી હતા ત્યારે તેમનાં પુસ્તકમાં તેમણે લખ્યું હતું કે, દલિતોને સફાઇ કરવામાં આનંદ મળે છે. આ મોદીની વિચારધારા છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer