એસસી-એસટી ઍક્ટ સુધારા ખરડો રાજ્યસભામાં પણ પસાર

નવી દિલ્હી, તા.9 : સુપ્રીમ કોર્ટનાં જે આદેશથી એસસી-એસટી એક્ટને નરમ પડયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે તે ચૂકાદાને ઉથલાવતો સુધારા ખરડો આજે રાજ્યસભામાં પણ પસાર કરી દેવામાં આવ્યો છે. આ સાથે જ એટ્રોસિટીનાં મામલામાં તત્કાળ ધરપકડ ઉપર સુપ્રીમ કોર્ટે લગાવેલી રોક પણ સમાપ્ત થઈ ગઈ છે. લોકસભામાં આ ખરડો મંગળવારે જ પસાર થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે સર્વોચ્ચ અદાલતે 19મી મેનાં રોજ મોટાપાયે આ કાયદાનો દુરુપયોગ થતો હોવાનું ધ્યાને આવતાં તેમાં તાબડતોબ કાર્યવાહીને અવરોધતો આદેશ આપ્યો હતો. જેને પગલે દેશભરમાં દલિતોનો રોષ ભભૂકી ઉઠેલો. આખરે સરકારે સુપ્રીમનાં એ આદેશને પલટાવતો ખરડો હવે સંસદમાં પસાર કરીને તેની જૂની જોગવાઈઓને પૂન:સ્થાપિત કરી દીધી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer