આવકવેરા વિભાગ ગયા વર્ષના માત્ર 0.35 ટકાની ક્રૂટીની કરશે

નવી દિલ્હી, તા. 10 : આવકવેરા વિભાગ મોટી કરચોરી કરનારા કેસને જ ક્રૂટીની માટે પસંદ કરશે. એટલે કે ગયા વર્ષના 0.35 ટકા ટૅક્સ રિટર્નની ક્રૂટીની કરશે, એમ સેન્ટ્રલ બોર્ડ અૉફ ડાયરેક્ટ ટૅક્સિસ (સીબીડીટી)ના ચૅરમૅન સુશીલ ચંદ્રાએ જણાવ્યું હતું. આવા એકાઉન્ટનો હિસ્સો આકારણી વર્ષ 2017-'18 માટે ફાઈલ થયેલા 6.86 કરોડ રિટર્નના 0.35 ટકા છે.
આવકવેરા વિભાગને કરદાતાઓ પર ભરોસો છે પણ કરચોરને તો છટકવા નહીં દેવાય.
આનો અર્થ એ થયો કે રિટર્ન ફાઈલ કરનારા 99.65 ટકા વ્યક્તિ રાહત અનુભવી શકે છે. ગયા વર્ષે ટેક્સ બેઝમાં વૃદ્ધિ સાથે 6.86 કરોડ રિટર્ન મળ્યા હતા. જેમાં 0.15 ટકાને મર્યાદત ક્રૂટીની અને 0.20 ટકાને ``ફુલ'' ક્રૂટીની માટે પસંદ કરવામાં આવ્યા હતા. આ ક્રૂટીની પ્રક્રિયા હેઠળ કરદાતાઓએ સંખ્યાબંધ દસ્તાવેજો આપવા પડે છે.
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer