ગુજરાતમાં ભગવાન શિવની 35 ફૂટ ઊંચી પ્રતિમા

ગુજરાતમાં ભગવાન શિવની 35 ફૂટ ઊંચી પ્રતિમા
આણંદ : પવિત્ર શ્રાવણ મહિનામાં મધ્ય ગુજરાતના ચરોતરમાં ભગવાન શિવની પહેલી વિશાળ પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા થશે. `રામેશ્વર મહાદેવ'ની આ 35 ફૂટ ઊંચી પ્રતિમા કોંક્રિટના ઢાંચાથી બનેલી છે. દિલ્હીના 101 કુશળ મૂર્તિકારોએ તેના પર એક કરોડ રૂપિયાના ખર્ચે `તામ્ર આવરણ' ચઢાવ્યું છે. મોગર બાપા-સીતારામ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આ વિશાળતમ પ્રતિમાનું નિર્માણ કરાયું હોઈ ટ્રસ્ટના વિજય સોનીએ જણાવ્યું હતું કે 11 અૉગસ્ટથી ત્રણ દિવસનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. અમદાવાદ - વડોદરા હાઈવે સ્થિત આશ્રમશાળામાં તેની સ્થાપના થશે.
 
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer