પૉલિટિકલ સેટાયર માટે ઇરફાને પાડી ના

પૉલિટિકલ સેટાયર માટે ઇરફાને પાડી ના
પ્રતિભાશાળી અભિનેતા ઇરફાન ખાન હાલ લંડનમાં કૅન્સરની સારવાર લઈ રહ્યો છે. તેણે આગામી પૉલિટિકલ સેટાયર સિરીઝમાં કામ કરવાની ના પાડી છે. ગત માર્ચમાં ઇરફાને જાહેર કર્યું હતું કે તેને અસાધારણ પ્રકારનું `ન્યુરોએન્ડોક્રીન કૅન્સર' થયું હોવાનું નિદાન થયું છે.
જોકે પોતાના ફેવરિટ શોમાં કામ નહીં કરી શકવા બદલ ઇરફાને ખેદ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે મારું કમિટમેન્ટ પૂરું નહીં કરી શકવા બદલ મને ખૂબ જ અફસોસ થાય છે. ઇરફાન ખાનની છેલ્લે રિલીઝ થયેલી ફિલ્મ `કારવાં' હતી, જેણે બૉક્સ અૉફિસ પર તદન સાધારણ દેખાવ કર્યો હતો. જોકે, રાબેતા મુજબ ફિલ્મમાં ઇરફાનના અભિનયને વિવેચકોએ વખાણ્યો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer