સિનસિનાટી ઓપનમાં સેરેના બીજા રાઉન્ડમાં

સિનસિનાટી ઓપનમાં સેરેના બીજા રાઉન્ડમાં
સિનસિનાટી, તા.14: માતૃત્વ બાદ સફળ વાપસી માટે સંઘર્ષ કરી રહેલી પૂર્વ નંબર વન અને 23 વખતની ગ્રાંડસ્લેમ વિજેતા અમેરિકાની સેરેના વિલિયમ્સે સિનસિનાટી માસ્ટર્સ ટેનિસ ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યોં છે. સેરેનાએ પહેલા રાઉન્ડમાં ડારિયા ગાવરિલોવાને 6-1 અને 6-2થી હાર આપી હતી. સેરેનાને બે સપ્તાહ પહેલા બ્રિટનની જોહાન કોંટા સામે કેરિયરની સૌથી મોટી હાર 1-6 અને 0-6 મળી હતી. હવે તે ફરી સિનસિનાટી ઓપનથી જીતના નવા અભિયાન સાથે કોર્ટ પર ઉતરી છે. આ ટૂર્નામેન્ટમાં વિકોટોરિયા અજારેંકાએ પણ બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી છે. જ્યારે પુરુષ વિભાગનો નંબર વન નડાલ આ સ્પર્ધામાંથી ખસી ગયો છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer