બુમરાહ ત્રીજી ટેસ્ટ માટે ફિટ

બુમરાહ ત્રીજી ટેસ્ટ માટે ફિટ
લંડન, તા.14: પાંચ ટેસ્ટની સિરીઝમાં 0-2થી પાછળ ચાલી રહેલ ટીમ ઇન્ડિયા માટે રાહતના સમાચાર એ છે કે ઝડપી બોલર જસપ્રિત બુમરાહ ત્રીજા ટેસ્ટ પહેલા ફિટ થઇ ગયો છે. બુમરાહ ત્રીજા ટેસ્ટની ભારતીય ઇલેવનમાં પસંદગી માટે ઉપલબ્ધ રહેશે. બુમરાહને આયરલેન્ડ સામેના પહેલા ટી-20 મેચ દરમિયાન હાથની આંગળીમાં ઇજા થઇ હતી. આથી તે ઇંગ્લેન્ડ સામેની વન ડે અને ટી-20 શ્રેણીની બહાર થઇ ગયો હતો. ટેસ્ટ શ્રેણીના શરૂઆતના બે મેચમાં પણ તે રમી શકયો ન હતો. હવે તે ઇંગ્લેન્ડ સામે 18મીથી બર્મિંગહામ ખાતે શરૂ થઇ રહેલા ત્રીજા ટેસ્ટ માટે ફિટ જાહેર થયો છે. બર્મિંગહામની બાઉન્સી અને સ્વિંગને મદદ કરતી પિચ પર બુમરાહને ભારતની ઇલેવનમાં તક મળવાની પૂરી સંભાવના છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer