સોનું કડાકા બાદ નવા તળિયા તરફ

સોનું કડાકા બાદ નવા તળિયા તરફ
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 14 : વૈશ્વિક સોનામાં કડાકા સાથે અઢાર મહિનાની નીચી 1191 ડૉલરની સપાટી થઇ ગઇ છે. ડૉલરની તેજીને લીધે આવેલી મંદીમાં સોનાને 1200 ડૉલર વટાવવાના પ્રયત્ન સટ્ટોડિયાઓએ કર્યા હતા પણ ફાવ્યા ન હતા. આ લખાય છે ત્યારે ન્યૂ યોર્કમાં સોનાનો ભાવ 1195 ડૉલર હતો. રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે રૂા.100ના ઘટાડામાં રૂા. 30,600 હતો. મુંબઈમાં રૂા.100 ઘટીને રૂા. 29,705 હતો. ન્યૂ યોર્કમાં ચાંદી 15.01 ડૉલર હતી. સ્થાનિક બજારમાં એક કિલોએ રૂા.400 ઘટીને રૂા. 38,200 રહી હતી. મુંબઈમાં રૂા. 295ના ઘટાડામાં રૂા.37,530 હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer