મેં પક્ષ સાથે લગ્ન કર્યાં છે : રાહુલ ગાંધી

હૈદરાબાદ, તા.14: સમયાંતરે રાહુલ ગાંધીને તેનાં લગ્ન માટેના વિચારો બાબતે સવાલોનો સામનો કરવો પડે છે. હૈદરાબાદનાં પ્રવાસમાં સંપાદકો સાથેની બેઠકમાં પણ આવો જ સવાલ તેને કરવામાં આવ્યો ત્યારે રાહુલે કહ્યું હતું કે, તેમણે પોતાના પક્ષ કોંગ્રેસ સાથે વિવાહ કરેલા છે. આ ઉપરાંત 2019ની લોકસભા ચૂંટણી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, ભાજપ હવે 230 બેઠકો પણ જીતી શકશે નહીં અને નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન બને તેવી સંભાવના નથી. એમ રાહુલે કહ્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer