આતંકવાદી હુમલામાં બ્રિટિશ સંસદની બહાર આડસો તોડી કાર ઘૂસી : ત્રણને ઇજા

આતંકવાદી હુમલામાં બ્રિટિશ સંસદની બહાર આડસો તોડી કાર ઘૂસી : ત્રણને ઇજા
લંડન, તા.14 (પીટીઆઇ) : કથિત આતંકવાદી હુમલામાં ફુલ સ્પીડે કાર દોડાવી એક વ્યક્તિ બ્રિટનના સંસદભવનની આડસો સુધી પહોંચી ગયો તે પહેલાં ભીડભરેલાં રોડ પર કેટલાક લોકો અને સાઇકલસવારોને અડફેટે લીધા હતા. સ્કોટલેન્ડ યાર્ડ પોલીસે આ ઘટનાને આતંકવાદી હુમલો ગણાવીને કહ્યું હતું કે ત્રણ વ્યક્તિને ઇજા પહોંચી છે. ખાસ તો ગયા વર્ષે માર્ચ બાદ આજે આવી બીજી ઘટના બની હતી જેમાં લંડન સ્થિત બ્રિટનના સંસદભવનને નિશાન બનાવવામાં આવ્યું હતું, તેથી સ્કોટલેન્ડ યાર્ડ પોલીસની આતંકવાદ વિરોધી વિંગને આ ઘટનાની તપાસ સોંપાઇ છે. પોલીસે વીસ વર્ષથી વધુ વયના આ કારચાલકની આતંકવાદી હુમલાના કેસમાં ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. પકડાયેલો યુવાન સહકાર આપી રહ્યો નહીં હોવાથી તેની ઓળખ હજી પ્રસ્થાપિત નથી થઈ.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer