નિર્ણાયક તબક્કે આપણે માર્ગ પરથી ચલિત ન થઈએ તેની તકેદારી જરૂરી : રાષ્ટ્રપતિ કોવિન્દ

નિર્ણાયક તબક્કે આપણે માર્ગ પરથી ચલિત ન થઈએ તેની તકેદારી જરૂરી : રાષ્ટ્રપતિ કોવિન્દ
72મા સ્વતંત્રતા પર્વની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રજોગ સંબોધન
 
નવીદિલ્હી, તા.14: સ્વતંત્રતા દિનની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રજોગ સંદેશો આપતાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દે કહ્યં છે કે દેશનો પ્રત્યેક નાગરિક રાષ્ટ્રનિર્માણમાં સહયોગ આપે છે. આજે આપણે એક નિર્ણાયક તબક્કામાંથી પસાર થઈ રહ્યા છીએ એટલે મૂળ મુદ્દેથી માર્ગ ભટકી ન જવાય તેની ખાસ તકેદારી રાખવી પડે તેમ છે. 
રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે આપણે બદલાવ અને વિકાસનાં માર્ગે ઝડપભેર આગળ વધી રહ્યા છીએ. ચોમેરથી ભારતની પ્રશંસા થઈ રહી છે. ટોળા દ્વારા આચરવામાં આવી રહેલી હિંસાની પાશ્ચાદભૂમાં તેમણે મહાત્મા ગાંધીજીનાં અહિંસાનાં મંત્રને પણ યાદ કર્યો હતો અને કહ્યું હતું કે અહિંસાનું શત્ર હિંસા કરતાં વધુ શક્તિશાળી છે. 
રાષ્ટ્રપતિએ આગળ કહ્યું હતું કે આપણે ગાંધીનાં મૂલ્યોને સમજવા પડશે. તેમણે ચંપારણથી સ્વચ્છતા અભિયાન શરૂ કર્યુ હતું. તેમણે સ્વચ્છતા અને સ્વાસ્થ્યને સ્વાધીનતા માટે મહત્વનાં માન્યા હતાં. ગાંધીજી માટે સ્વાધીનતાનો મતલબ માત્ર આઝાદી નહોતો. આપણાં બહાદૂર જવાનો આપણી સ્વાધીનતા સુનિશ્ચત કરે છે અને ગરીબોને આર્થિક મજબૂતી અને સારુ સ્વાસ્થ્ય મળે તે અસલી સ્વાધીનતા છે. આ ઉપરાંત દેશની અડધી વસતી એટલે કે મહિલાઓ માટે સુરક્ષિત વાતાવરણ પણ આ સ્વતંત્રતાનો જ એક હિસ્સો છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer