કોહલી ફિટ : ત્રીજી ટેસ્ટમાં રમશે

કોહલી ફિટ : ત્રીજી ટેસ્ટમાં રમશે
લંડન, તા. 16: ત્રીજી ટેસ્ટ પૂર્વે ટીમ ઇન્ડિયા માટે રાહતના સમાચાર આવ્યા છે. સુકાની વિરાટ કોહલી પીઠના દર્દમાંથી બહાર આવી ગયો છે. ફિટ કોહલી શનિવારથી ઇંગ્લેન્ડ વિરૂધ્ધ શરૂ થઇ રહેલ ત્રીજા ટેસ્ટમાં રમવા તૈયાર છે. લોર્ડસ ટેસ્ટ દરમિયાન કોહલીને ફિટનેસની સમસ્યા શરૂ થઇ હતી. આજે ભારતીય ટીમે અભ્યાસ કર્યોં હતો. જેમાં કોહલી નેટમાં પૂરી રીતે ફિટ નજરે પડી રહ્યો હતો. તેણે ત્રણ અલગ અલગ બેટથી નેટમાં અભ્યાસ કર્યોં હતો.
આ ઉપરાંત જસપ્રિત બુમરાહ પણ ત્રીજા ટેસ્ટ માટે ફિટ જાહેર થઇ ચૂકયો છે. તેને સ્પિનર કુલદિપ યાદવના સ્થાને ઇલેવનમાં તક મળવાની પૂરી સંભાવના છે. રિપોર્ટ અનુસાર વિકેટકીપર રીષભ પંતને પણ ટેસ્ટ કેપ મળી શકે છે.
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer