એશિયન ગેમ્સમાં મુક્કેબાજ મનોજ કુમાર અને વિકાસ કૃષ્ણનને ગોલ્ડ જીતવાનો વિશ્વાસ

એશિયન ગેમ્સમાં મુક્કેબાજ મનોજ કુમાર અને વિકાસ કૃષ્ણનને ગોલ્ડ જીતવાનો વિશ્વાસ

નવી દિલ્હી, તા.16: ભારતીય મુક્કેબાજ મનોજ કુમાર અને વિકાસ કૃષ્ણને 18મીથી ઇન્ડોનેશિયામાં શરૂ થઇ રહેલ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. મનોજ કુમારે 2010ના કોમનવેલ્થમાં ગોલ્ડ અને 2018ના કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ કબજે કર્યા હતા. એશિયન ગેમ્સમાં મનોજ કુમાર 69 કિલો વર્ગમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
ભારતની 10 ખેલાડીની મુકકેબાદ ટીમમાં તે એકમાત્ર એવો ખેલાડી છે જેની પાસે એશિયન એમ્ચોયર બોક્સિંગ ચેમ્પિયનશીપના બે મેડલ છે. એશિયન ગેમ્સમાં મુક્કેબાજીની સ્પર્ધાઓ 24 ઓગસ્ટથી શરૂ થશે. 
જ્યારે અનુભવી મુક્કેબાદ વિકાસ કૃષ્ણન એશિયન ગેમ્સમાં 2010માં ગોલ્ડ અને 2014માં બ્રોન્ઝ મેડલ જીતી ચૂક્યો છે. તેનો ઇરાદો એશિયન ગેમ્સમાં સતત ત્રીજીવાર મેડલ કબજે કરીને હેટ્રિક કરવા પર છે. વિકાસે કહ્યંy હતું કે હું સુવર્ણ જીતવા ઇન્ડોનેશિયા જઇ રહ્યો છું. ભારત તરફથી મુક્કેબાજીમાં માત્ર હવા સિંહ અને વિજેન્દર જ ઉપરાઉપરી બે મેડલ જીતી ચૂક્યા છે.
હવા સિંહે 1966 અને 70માં એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. જ્યારે વિજેન્દરે 2006માં કાંસ્ય જીત્યા બાદ 2010ના એશિયાડમાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. વિકાસ કૃષ્ણન હવે આ ઇતિહાસ દોહરાવવા કટિબદ્ધ બન્યો છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer