સ્ટોકસ હીરો નથી, રમતને બદનામ કરી છે : માઇકલ વોન

સ્ટોકસ હીરો નથી, રમતને બદનામ કરી છે : માઇકલ વોન

લંડન તા.16: ઇંગ્લેન્ડનો સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોકસ મારામારીના કેસમાં કોર્ટમાંથી નિર્દોષ છૂટી ગયો છે અને ટીમમાં વાપસી થઇ છે. જેના પર ઇંગ્લેન્ડના જ પૂર્વ સુકાની માઇકલ વોને પ્રતિક્રિયા આપી છે કે સ્ટોકસ કોઇ હિરો નથી, તેણે રમતને બદનામ કરી છે. આમ છતાં ઇંગ્લેન્ડના ચાહકો તેનું સ્વાગત કરશે. ઇંગ્લેન્ડની ટીમને સ્ટોકસની જરૂર છે, પણ તેણે ક્રિકેટમાંથી બ્રેક લઇને પરિવાર સાથે રહેવાની જરૂર છે. પાછલા 10 દિવસથી કોર્ટના ચકકર ભારે દબાણ વચ્ચે કાપી રહ્યો હતો. વોને એમ પણ કહયું કે આથી સ્ટોકસની વાપસી આસાન નહીં રહે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer