સિનસિનાટી ઓપનમાં જોકોવિચ ત્રીજા રાઉન્ડમાં : મુગુરુઝા આઉટ

સિનસિનાટી ઓપનમાં જોકોવિચ ત્રીજા રાઉન્ડમાં : મુગુરુઝા આઉટ

સિનસિનાટી, તા.16 : પેટની ગરબડની સમસ્યા છતાં સર્બિયાના પૂર્વ નંબર વન નોવાક જોકોવિચે સિનસિનાટી માસ્ટર્સ ટેનિસ ટૂર્નામેન્ટના ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો છે.  તાજેતરમાં વિમ્બલ્ડન ચેમ્પિયન બનેલા જોકોવિચે બીજા રાઉન્ડમાં ફ્રાંસનાએડ્રિયન માનારિનોને 4-6, 6-2 અને 6-1થી હાર આપી હતી. બીજી તરફ મહિલા વર્ગની વર્તમાન વિજેતા ગાર્બાઇન મુગુરુઝા લેસિયા સુરેંકો સામે 2-6, 6-4 અને 6-4થી હારીને બહાર થઇ ગઇ છે. વિમ્બલ્ડન ઉપવિજેતા કેવિન એન્ડરસ ત્રીજા રાઉન્ડમાં પહોંચી ગયો છે. જ્યારે જર્મનીનો એલેકઝાંડર જેવરેવ અપસેટનો શિકાર બનીને બહાર થઇ ગયો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer