કાલથી શરૂ થઇ રહેલી ત્રીજી ટેસ્ટમાં ઓપનર કોણ ? ટીમ ઇન્ડિયાની સમસ્યા

કાલથી શરૂ થઇ રહેલી ત્રીજી ટેસ્ટમાં ઓપનર કોણ ? ટીમ ઇન્ડિયાની સમસ્યા
મધ્યક્રમમાં કરુણ નાયરને તક મળવાની વકી
 
બર્મિંગહામ, તા.16: એજબેસ્ટન અને લોર્ડસ પર રમાયેલી પહેલી - બીજી ટેસ્ટની કારમી હાર બાદ ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ શ્રેણી હારની કગાર પર આવી ગઇ છે. શનિવારથી શરૂ થઇ રહેલ ત્રીજા ટેસ્ટમાં ભારતીય ટીમ શ્રેણી બચાવની ભૂમિકામાં રહેશે. ભારતીય બેટધરોના સતત ફલોપ શોથી સુકાની કોહલીની મુશ્કેલી વધી છે. ખાસ કરીને ટીમના ઓપનર્સનું નિરાશાજનક પ્રદર્શન ટીમનું સૌથી મોટી ચિંતાનું કારણ છે. 
પહેલા ટેસ્ટમાં શિખર ધવનની નિષ્ફળતા બાદ ચેતેશ્વર પુજારાની બીજા ટેસ્ટમાં વાપસી થઇ અને કેએલ રાહુલને ઓપનર તરીકે ઉતારવામાં આવ્યો. લોર્ડસ ટેસ્ટમાં રાહુલ અને મુરલી વિજય ઓપનિંગમાં આવ્યા, પણ પરિણામ ફરી ખરાબ આવ્યું. વિજયે તો બન્ને દાવમાં મીંડા મુકાવ્યા, જ્યારે કેએલ રાહુલ પણ નિષ્ફળ રહ્યો.
હાલ ટીમ ઇન્ડિયાના ત્રણેય ઓપનર ધવન, વિજય અને રાહુલ ઉપરાંત પુજારા અને રહાણે આઉટ ઓફ ફોર્મ છે. આ બેટધરો ભારતીય ઉપખંડની સપાટ વિકેટો પર રનના ઢગલા કરે છે, પણ સ્વિંગ લેતી લાઇવ વિકેટ પર તેમના બેટમાંથી રન નીકળતા નથી. રિપોર્ટ અનુસાર મીડલઓર્ડરમાં કરુણ નાયરને તક મળી શકે છે. તેણે ભારત એ તરફથી ઇંગ્લેન્ડમાં ચાર દિવસીય મેચોમાં સારું પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત તેણે ગયા વર્ષે ઇંગ્લેન્ડ સામે જ ત્રેવડી સદી ફટકારીને રેકોર્ડ બનાવ્યો હતો. તેણે ચેન્નાઇમાં 303 રનની અણનમ ઇનિંગ રમી હતી અને સેહવાગ બાદ ટેસ્ટમાં ત્રેવડી સદી કરનારો ભારતનો બીજો બેટધર બન્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer