સોમવારથી ટૅક્સ ઓડિટ-રિપોર્ટના ફોર્મ CD નં. 3માં 15 ફેરફાર

સેમિનારમાં વ્યાપાર - જન્મભૂમિ મીડિયા પાર્ટનર 
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 16?: ચેમ્બર અૉફ ટૅક્સ કન્સલ્ટન્ટસના પ્રમુખ હિતેશ દોશીએ કહ્યું કે સેન્ટ્રલ બોર્ડ અૉફ ડાયરેક્ટ ટૅક્સીસ (સીબીડીટી)એ એક નોટિફિકેશન દ્વારા ટૅક્સ ઓડિટ રિપોર્ટના ફોર્મ નં. 3 ભઉમાં 15 ફેરફાર કર્યા છે. 20મી અૉગસ્ટથી અમલી બનનારા આ ફેરફારો અનુસાર કરદાતા અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસે ફરજિયાત રિપોર્ટિંગ માટેના નવા ધોરણો અમલમાં આવશે. તેમણે કહ્યું કે આ ફેરફારોને કારણે જેવો સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગ (એમએસએમઈ) કંપનીના હિસાબોનું ઓડિટ કરતા હોય તેવા ચેમ્બરના સભ્યોને આ ફેરફારો વિષેની વિગતવાર સમજ મેળવવી આવશ્યક છે.
દોશીએ વધુમાં કહ્યું કે છેલ્લાં કેટલાંક વર્ષોથી નાની હોય કે મોટી તમામ કંપનીઓ વેપાર-ઉદ્યોગની અનિશ્ચિતતામાંથી પસાર થઈ રહી છે. આમાં એમએસએમઈ ક્ષેત્રની કંપનીઓના હિસાબો જાળવતી અને ઓડિટીંગ કરનારાને વ્યાપક અસર થશે ઓડિટરો ઉપર કંપનીઝ ધારા ઉપરાંત આવકવેરા ધારા હેઠળ પણ વધારાની જવાબદારી આવી છે. આ સ્થિતિને ધ્યાનમાં લઈ ચેમ્બરે આખા દિવસના સેમિનારનું આયયોજન કર્યું છે, જેમાં આર્ટિકલ સ્ટુડન્ટસ અને ઓડિટ આસિસ્ટન્ટને રાહતના દરે પ્રવેશ મળશે.
ચેમ્બર અૉફ ટૅક્સ કન્સલ્ટન્ટસે તા. 18મી અૉગસ્ટના શનિવારે ચર્ચગેટ, મુંબઈમાં આવેલા ઇન્ડિયન મર્ચન્ટસ ચેમ્બરના વાલચંદ હીરાચંદ હૉલમાં કંપની-ટૅક્સ ઓડિટમાં નડતી મુશ્કેલીઓની ચર્ચા કરવા માટે સેમિનારનું આયોજન કર્યું છે.
વ્યાપાર-જન્મભૂમિ આ સેમિનારમાં મીડિયા પાર્ટનર છે. વક્તાઓ છે સીએ જયેશ ગાંધી, સીએ ઝુબીન બિલીમોરિયા, સીએ અનિલ સાઠે અને સીએ યોગેશ થાર. સેમિનારનું આયોજન ચેમ્બરની કૉર્પોરેટ કનેક્ટ કમિટીના અધ્યક્ષ પારસ કે. સાવલા અને ડાયરેક્ટ ટૅક્સ કમિટીના અધ્યક્ષ દેવેન્દ્ર જેને કર્યું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer