આજથી રવિવાર સુધી દક્ષિણ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી


અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.16 : બંગાળની ખાડીમાં લો પ્રેશર મજબૂત બની વેલ માર્કેડ લો પ્રેશરમાં ફેરવાયું છે. જે 36 કલાકમાં વધુ મજબૂત થઇને ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે. 18મી અૉગસ્ટ સુધીમાં બીજી સિસ્ટમ આકાર પામશે. ચોમાસું ધરી નોર્મલ સ્થિતિમાં આવશે. હવામાન વિભાગે તા.17 થી 19 અૉગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. 
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સિસ્ટમ પૂર્વ બાજુથી આવી રહી છે. દક્ષિણ ગુજરાતમાં તેમ જ મધ્યપ્રદેશ, રાજસ્થાન બાજુથી ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થશે. રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ દિવસે હળવો, મધ્યમ અને ભારે વરસાદ પડશે, ક્યાંય તેથી પણ વધુ, એકંદરે સારો કરી શકાય તેવો વરસાદનો બીજો રાઉન્ડ આવશે. સૌરાષ્ટ્રમાં હળવો, મધ્યમ, ક્યાંક ભારે વરસાદ પડવાની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં તેથી વધુ શક્યતા છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં હળવો, મધ્યમ તો ક્યાંક ભારે વરસાદની શક્યતા છે. આમ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં એકંદરે સારો વરસાદ પડી શકે છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer