બાળકોની અમેરિકામાં હેરફેર કરનારા સૂત્રધારની ગુજરાતમાં ધરપકડ કરાઈ

મુંબઈ, તા. 16 (પીટીઆઈ) : અમેરિકામાં બાળકોની હેરફેર કરનાર મુખ્ય આરોપીની મુંબઈ પોલીસે ગુજરાતમાંથી ધરપકડ કરી છે. 54 વર્ષીય રાજેશ ધમેલવાલા અને તેની સિન્ડિકેટ બાળકોને અમેરિકા મોકલતી હતી. આ કૌભાંડ આ વર્ષના માર્ચમાં પકડી પાડવામાં આવ્યું હતું. પોલીસે વર્સોવાના સલુનમાં લેવાયેલા 11થી 16 વર્ષના વયજુથની બે બાળાઓને બચાવી ત્યારે આ કૌભાંડ બહાર આવ્યું હતું. ત્યારે પોલીસે અમીર ખાન (36), તજુદ્દીન ખાન (48), અફઝલ શેખ (38) અને રિઝવાન ચોટલી (39)ની ધરપકડ કરી છે. પોલીસે 11 અૉગસ્ટે રાજેશની ધરપકડ કરીને તેને મુંબઈ લાવી છે. રાજેશ મુંબઈમાં અદાલત સમક્ષ રજૂ કરાતાં કોર્ટે 18 અૉગસ્ટ સુધી તેની કસ્ટડી પોલીસને સોંપી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer