વાજપેયી સરળ માણસ અને નિર્દોષ રાજકારણી : ઉદ્ધવ

વાજપેયી સરળ માણસ અને નિર્દોષ રાજકારણી : ઉદ્ધવ
મુંબઈ, તા. 16 (પીટીઆઈ) : અટલબિહારી વાજપેયી બધાને સાથે રાખીને આગળ વધતા હતા. તેથી નેશનલ ડેમોક્રેટીક અલાયન્સ સશક્ત હતી, એમ શિવસેના વડા ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું.
ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે વાજપેયીનું નિધન થયું છે એ વાત મારું હૃદય સ્વીકારવા તૈયાર નથી. સત્તાને કારણે અહમ કે અભિમાન જેવી બાબત તેમનાથી ખૂબ જ દૂર હતી. તેઓ સરળ માણસ અને નિર્દોષ રાજકારણી હતા. તેઓ ત્રણ વખત વડા પ્રધાન બન્યા હતા પણ એનડીએની સાથે નાના અને મોટા સાથી પક્ષોને રાખી શક્યા હતા, એમ ઉદ્ધવે ઉમેર્યું હતું.
ભૂતપૂર્વ વડા પ્રધાન વાજપેયી અને શિવસેનાના સર્વેસર્વા બાળ ઠાકરે એકમેકને માન આપતા હતા. તેના કારણે બન્ને પક્ષો વચ્ચેની યુતિ અત્યારે છે તેનાથી વિપરીત સરળતાથી ચાલતી હતી. વાજપેયી વડા પ્રધાન હતા ત્યારે પણ બાળ ઠાકરે સાથે સતત સંપર્કમાં રહેતા હતા અને વિવિધ મુદ્દા વિશે ચર્ચા કરતા હતા, એમ શિવસેનાના પ્રવકતા સંજય રાઉતે જણાવ્યું હતું.
રાઉતે જણાવ્યું હતું કે ભાજપ અને શિવસેના વચ્ચેના મતભેદો બાળ ઠાકરે અને પ્રમોદ મહાજનના વડપણ હેઠળ મળતી સમન્વય સમિતિ દ્વારા હલ કરવામાં આવતા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer