વાજપેયીના માનમાં તમામ સ્કૂલો, સરકારી અૉફિસો આજે બંધ રહેશે

નવી દિલ્હી, તા. 17 : પૂર્વ વડા પ્રધાન વાજપેયીના માનમાં સરકારના આદેશથી દેશની તમામ સ્કૂલો અને સરકારી અૉફિસોમાં રજા જાહેર કરવામાં આવી છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગુજરાત  અને ઓડિશા સરકારે આ અંગે જાહેરાત કરી દીધી છે અને અન્ય રાજ્યો પણ તેમ કરશે, એમ સરકારી સૃત્રોએ જણાવ્યું છે.  `તમામ સરકારી અૉફિસો, ખાનગી અને સરકારી સ્કૂલો અને અન્ય સંસ્થાઓ તેમ જ સંસ્થાનો પૂર્વ વડા પ્રધાન વાજપેયીના અવસાન નિમિત્તે બંધ રખાશે,' તેમ દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન અને શિક્ષણ પ્રધાન મનીષ સિસોદિયાએ એક નિવેદનમાં કહ્યું હતું. ગુજરાતમાં પણ તમામ સરકારી તેમ જ ખાનગી સ્કૂલો અને સંસ્થાનોમાં રજાની જાહેરાત કરવામાં  આવી છે.  આ સાથે જ તમામ સરકારી કાર્યક્રમો પણ એક સપ્તાહ સુધી બંધ રાખવામાં આવ્યા છે અને દેશમાં જ્યાં પણ ત્રિરંગો લહેરાય છે તેને અડધી કાઠીએ એક સપ્તાહ સુધી રખાશે.   

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer