વૈશ્વિક હૂંફે શૅરબજારમાં પ્રત્યાઘાતી ઉછાળો

મુંબઈ, તા. 17 : ગઈકાલના (ગુરુવાર) અમેરિકન બજારો અને તેની હૂંફે આજે સવારે એશિયન બજારોમાં જોવાયેલા તેજીના ચમકારાએ સ્થાનિક બજારે પણ ગઈકાલના મુકાબલે ``અબાઉટ ટર્ન'' લીધો એટલે કે બજાર ઊછળ્યું હતું. આજે સવારે 9.21 વાગે સ્થાનિકમાં બેન્ચમાર્ક સેન્સેક્ષ 226 પોઈન્ટ તો નિફ્ટી 63 પોઈન્ટ ઊંચકાયો હતો. હૂંડિયામણ બજાર આજે પતેતી નિમિત્તે બંધ રહ્યું હતું. વૈશ્વિક સ્તરે અમેરિકા - ચીન વચ્ચે ટ્રેડવોર નામે ચીન વાતચીત શરૂ કરવા વિચારે છેના નિર્દેશોએ તેમ જ ભારતીય અર્થતંત્ર 7.5 ટકાનો તંદુરસ્ત વૃદ્ધિદર બતાવશેની ધારણાએ શૅરોમાં વેચાણો કપાતાં સાથે નવી લેવાલીના ટેકાએ બેન્ચમાર્કો આગલી બંધ સપાટીને મુકાબલે વધુ ઊછળ્યા હતા. આ લખાય છે ત્યારે 10.04 વાગે સેન્સેક્ષ 263 પોઈન્ટ ઊછળી 37,927ની અને નિફ્ટી 76 પોઈન્ટ ઊંચકાઈ 11,460ની સપાટીને સ્પર્શ્યા હતા. વેદાંતા, જેટ એરવેઝનો શૅર 2થી 3 ટકા ઊંચકાયો હતો.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer