વૈશ્વિક સોનું 19 મહિનાના તળિયા નજીક

વૈશ્વિક સોનું 19 મહિનાના તળિયા નજીક
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 17 : સોનામાં વ્યાપક મંદી પછી થોડી રિકવરી આવી છે પણ વૈશ્વિકબજારમાં હજુ 19 મહિનાની તળિયાની સપાટી નજીકના ભાવ બોલાઇ રહ્યા છે. ન્યૂ યોર્કમાં સોનાનો ભાવ 1177 ડૉલર રનિંગ હતો. જોકે, ચાલુ સપ્તાહે આવેલો 1159 ડૉલર સુધીનો કડાકો બજારમાં ભય પેદા કરી ગયો છે. ચાલુ સપ્તાહમાં મે 2017 પછીનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો જોવા મળ્યો છે.
ચાર્ટની રીતે સોનામાં 1185 ડૉલર પ્રતિકારક સપાટી છે. જે છેલ્લે જાન્યુઆરી 2017માં જોવા મળી હતી. 1146ના સ્તરે ટેકો મળશે. ચાંદી 14.62 ડૉલરના સ્તરે રનિંગ હતી. ચાલુ સપ્તાહમાં 4.2 ટકાની મંદી થઇ છે. જે ફેબ્રઆરી પછીનો સૌથી મોટો કડાકો છે. ગુરુવારે ફેબ્રુઆરી 2016 પછીનું તળિયું રચાયું હતું. રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનું 10 ગ્રામે રૂા.70 ઘટી રૂા. 30,350 અને મુંબઈમાં રૂા.55 ઘટીને રૂા.29,465 હતું. રાજકોટમાં ચાંદી રૂા.100 વધીને રૂા.37,600 અને મુંબઈમાં રૂા. 85 વધીને રૂા.36,875 હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer