અરવિંદ લાલભાઈ ગ્રુપ : વિભાજન બાદ 4 લિસ્ટેડ કંપનીઓ બનશે

અરવિંદ લાલભાઈ ગ્રુપ : વિભાજન બાદ 4 લિસ્ટેડ કંપનીઓ બનશે
મુંબઈ, તા. 17 : રૂા. 11,000 કરોડના અરવિંદ લાલભાઈ ગ્રુપની અરવિંદ લિ. ડીમર્જર બાદ તેમાંથી 4 લિસ્ટેડ કંપનીઓ બનશે.
અરવિંદ લિ. નામની પ્રથમ કંપનીમાં ટેક્સ્ટાઇલ્સ ડિવિઝન સાથે એડવાન્સ્ડ મટિરિયલ બિઝનેસ રહેશે. બીજી કંપની અરવિંદ ફેશનમાં બ્રાન્ડ ડિવિઝન રહેશે. ત્રીજી કંપની અનુપ એન્જિનિયરિંગમાં હેવી એન્જિનિયરિંગ વિભાગ રહેશે. ચોથી કંપની અરવિંદ સ્માર્ટસ્પેસ અગાઉથી જ લિસ્ટેડ છે જે રિયલ એસ્ટેટ બિઝનેસમાં છે.
4 કંપનીમાં સૌથી મોટો રૂા. 6000 કરોડનો ટેક્સ્ટાઇલ બિઝનેસ રહેશે જે માતૃકંપનીમાં રહેશે. આ કંપનીએ ભારતમાં ડેનીમ ક્રાન્તિ આણી છે. કંપની 1980થી પશ્ચિમી કાપડ ડેનીમ, કોટન અને ખાદીનું ઉત્પાદન કરે છે. હવે કંપની સ્પોર્ટ્સવેર અને લેઇઝરવેર ક્ષેત્રે પ્રવેશી રહી છે. આ કંપની હવે આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સવેર બ્રાન્ડ્સ નાઇક અને અદીદાસને માલ પૂરાં પાડશે. આ હાઇ ફેશનાલિટી કાપડ છે જે અરવિંદ બનાવે છે. અત્યારે આ તમામ કાપડ ચીન અને તાઇવાનથી આયાત થાય છે.
2016માં પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ-મલ્ટીપલ્સ ઓલ્ટરનેટ એસેટ મેનેજમેન્ટએ અરવિંદ ફેશનનો 10 ટકા હિસ્સો રૂા. 740 કરોડમાં હસ્તગત કર્યો હતો.
ડીમર્જર બાદ બધી કંપનીઓ જુદી જુદી રીતે નાણાકીય સાધનો ઊભા કરી શકશે. આમ ફંડ કે વિકાસ માટે કોઈ બંધન નડશે નહીં. કંપનીઓ અૉર્ગેનિક અને ઇનઅૉર્ગેનિક વિકાસ માટે મુક્ત રહેશે. કંપનીએ ગયા વર્ષે રૂા. 2861 કરોડની આવક પર રૂા. 67 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો. આ નફો 12 ટકા વધુ હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer