રિઝર્વ બૅન્કને પીસીએ સ્કીમ હળવી બનાવવાનો આદેશ

રિઝર્વ બૅન્કને પીસીએ સ્કીમ હળવી બનાવવાનો આદેશ
નવી દિલ્હી, તા. 17 : જાહેર ક્ષેત્રની બૅન્કો સામે નિયામક બંધનો વધુ કડક છે. આથી પ્રોમ્પ્ટ કરેક્ટીવ એકશન (પીસીએ) ફ્રેમવર્કને હળવી બનાવવાની વિચારણા કરવા રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયાને ભારત સરકારે જણાવ્યું છે.
આ ફ્રેમવર્કનો હેતુ બૅન્કોની નાણાકીય તંદુરસ્તી જાળવવાનો છે. સરકાર માને છે કે રિઝર્વ બૅન્કના ગત વર્ષના નિર્ણયથી પીસીએ નોર્મ્સ કડક બનવાથી જાહેર ક્ષેત્રની બૅન્કો પર વધારાનું ભારણ લદાયું છે. આ બૅન્કો આ અગાઉથી જ તેમની બુકમાં બેડ લોન માટેની વધારાની જોગવાઈ કરવાના નિયામકની નીતિથી ગૂંગળામણ અનુભવતી હતી.
નાણાકીય સેવા ખાતાના સચિવ રાજીવ કુમારે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ નાણાકીય વર્ષમાં જાહેર ક્ષેત્રની બૅન્કો પીસીએમાંથી બહાર આવી જશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer