ગાર અને જીએસટીનું રિપોર્ટિંગ 31 માર્ચ સુધી પાછું ઠેલાયું

નવી દિલ્હી, તા. 17  : આવકવેરા વિભાગે ટૅક્સ અૉડિટમાં ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ અને જનરલ ઍન્ટિ-અવૉઇડન્સ રૂલ્સ સહિતના રિપોર્ટિંગ કરવાના પ્રસ્તાવનો અમલ પાછો ઠેલ્યો છે.
એથી 20 અૉગસ્ટ 2018 અને 1 એપ્રિલ 2019 વચ્ચે અવારનવાર તમામ ટૅક્સ ઓડિટ્સને વધારાના રિપોર્ટિંગની જરૂર નહીં રહે. આવકવેરા વિભાગે ગયા મહિને નોટિફિકેશન દ્વારા વધારાના રિપોર્ટિંગની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું.
જોકે હિસ્સાધારકોને આ રિપોર્ટિંગની માગણી વધુ પડતી લાગી હતી અને સેન્ટ્રલ બ્યુરો અૉફ ડાયરેક્ટ ટેક્સીસ સમક્ષ તેને હળવી બનાવવાની રજૂઆત કરી હતી. તમામ કંપની જેનું ટર્નઓવર રૂા. 1 કરોડથી વધારે હતું તેમણે આ ફોર્મ ભરવાનું હતું. આ ફોર્મમાં અૉડિટર્સે ગાર હેઠળ પરવાનગી હોય નહીં તેવી વ્યવસ્થા ભરવાની હતી જેને માટે અૉડિટર્સ તૈયાર નહોતા. તેમણે એવી દલીલ કરી હતી કે આ જવાબદારી વેરા અધિકારીઓની છે.
ગાર એ ઍન્ટિ-અવૉઇડન્સ પગલું છે જે વેરા વિભાગને કરચોરી રોકવા માટે તૈયાર કરાયું છે.
નાંગિયા ઍડ્વાઇઝર્સ એલએલવીના પાર્ટનર રાહુલ જૈને કહ્યું કે અૉડિટર્સ દ્વારા વધારાના રિપોર્ટિંગ વિશેની ચિંતા સરકારે નોંધી તે આવકાર્ય છે. જોકે આ જરૂરિયાત પાછી ઠેલાઈ છે. 31 માર્ચ પછીનો કોઈ પણ ટેક્સ અૉડિટ રિપોર્ટે આ જરૂરિયાતનો અમલ કરવો પડશે પણ એ માટે અૉડિટર્સને સમય મળશે.'

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer