અટલજીના નિધનથી મને અનાથ થઈ ગયાનું લાગે છે : શત્રુઘ્ન સિંહા

અટલજીના નિધનથી મને અનાથ થઈ ગયાનું લાગે છે : શત્રુઘ્ન સિંહા
પટણા, તા. 17 : પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના નિધનના સમાચાર મળ્યા ત્યારથી જ મને અનાથ થઇ ગયાનું લાગી રહ્યું છે, એવા શબ્દોથી ભાજપના સંસદસભ્ય અને પીઢ અભિનેતા શત્રુઘ્ન સિંહાએ અટલજી પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરી હતી. 
બિહારના પટણાસાહિબના સંસદસભ્ય સિંહાએ જણાવ્યું હતું કે અટલજી મારા પિતાતુલ્ય હતા. વર્ષ 1999થી 2004 સુધીની અટલ સરકારમાં સિંહા કૅબિનેટ પ્રધાન રહ્યા છે. અટલજીના નિધન બાદ ટવીટ કરીને સિંહાએ શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે અટલજી મારા પિતાતુલ્ય હતા તેથી જ તેમના નિધનથી મને અનાથ થઇ ગયાનું લાગી રહ્યું છે. નાનાજી દેશમુખે મને રાજકારણના પાઠ શીખવીને અટલ-અડવાણીને સોંપ્યો હતો. ભાજપના આ બંને દિગ્ગજોએ મને હંમેશાં પ્રેમ અને આશીર્વાદ આપ્યા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer