મીડિયાને કહ્યું, `સદ્ભાવના દૂત તરીકે મિત્ર પાસે આવ્યો છું '
અટારી, તા. 17 : પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર ઈમરાન ખાન આવતીકાલે શનિવારે પાકિસ્તાનના વડાપ્રધાન પદના શપથગ્રહણ કરવાના છે. જેના માટે ઔપચારિક આમંત્રણ મળ્યા બાદ શપથગ્રહણ કાર્યક્રમમાં ભાગ લેવા પૂર્વ ભારતીય ક્રિકેટર અને કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધૂ શુક્રવારે પાકિસ્તાન પહોંચ્યા હતા. પાકિસ્તાન રવાના થતા પહેલા વાઘા-અટારી બોર્ડરે સિદ્ધૂએ કહ્યું હતું કે, તેઓ સદ્ભાવનાના દૂત તરીકે પાકિસ્તાન જઈ રહ્યા છે. જેનાથી બન્ને દેશના સંબંધમાં સુધારો આવશે.
ભારતીય મીડિયા સાથે વાતચીત કરી પાકિસ્તાન રવાના થયેલા નવજોત સિંહ સિદ્ધૂએ પાકિસ્તાની મીડિયા સમક્ષ કહ્યું હતું કે, તેઓ રાજનીતિક વ્યક્તિ તરીકે નહી પણ પ્રેમ, શાંતિ અને ખુશીના સદ્ભાવના દુત તરીકે પોતાના મિત્ર પાસે આવ્યા છે. આ સાથે ઈમરાનના વખાણ કરતા કહ્યું હતું કે, `ખાન સાહેબને ક્રિકેટ રમતા ઘણી વખત જોયા છે. તેઓ પોતાની નબળાઈને શક્તિમાં બદલવાની આવડત રાખતા હતા. આવા જ નેતાની અત્યારે જરૂરીયાત છે.' શપથવિધિ સમારોહમાં હાજરી દરમિયાન ઈમરાનને ભેટ આપવા માટે સિદ્ધૂએ કાશ્મીરી શાલ પણ ખરીદી હતી.
ઈમરાનના શપથગ્રહણમાં હાજર રહેવા સિદ્ધુ પાકિસ્તાનમાં
