કેરળમાં 100 વર્ષનું સૌથી ભીષણ પૂર

કેરળમાં 100 વર્ષનું સૌથી ભીષણ પૂર
મૃત્યુઆંક વધીને 324
ભયાનક જળપ્રલયના કારણે બે લાખ લોકો બેઘર
કોચી, તા. 17 (પીટીઆઈ) :  કેરળ છેલ્લા 100 વર્ષના ઈતિહાસમાં આવેલા સૌથી ભયંકર પુરનો સામનો કરી રહ્યું છે. જેમાં અત્યાર સુધીમાં 324થી વધુ લોકોનો ભોગ લેવાયો છે. જ્યારે 2.23 લાખ લોકોએ 1556 જેટલા રાહત કેમ્પમાં શરણ લીધી છે. મુખ્ય પ્રધાન પિનારાઈ વિજયને કહ્યું હતું કે, કેરળના ચાર જિલ્લા અલાપ્પુઆ, અર્નાકુલમ, પઠાનમિત્થા અને ત્રિસૂરમાં પુરની પરિસ્થિતિ ખૂબ જ ભયાનક છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કેરળના પુરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત અને રાહત કામગીરીની સમિક્ષા કરવાનો નિર્ણય કર્યો હતો.
કેરળમાં છેલ્લા કેટલાક દિવસથી જારી વિનાશકારી પુરના કહેરના કારણે સ્થિતિ દિન પ્રતિદિન વધુને વધુ ચિંતાજનક અને વિકરાળ બની રહી છે. મોતનો આંકડો ઝડપથી વધીને 324થી ઉપર પહોંચી ગયો છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer