`કૉસ્ટલ રોડ''માંથી શહેર-પરાંના સેંકડો પ્લોટ મુક્ત

`કૉસ્ટલ રોડ''માંથી શહેર-પરાંના સેંકડો પ્લોટ મુક્ત
મુંબઈ, તા. 18 : દરિયાકાંઠા વિસ્તારના નિયમન માટેના જે નિયમો 2011માં નક્કી કરવામાં આવ્યા હતા તેનો રાજ્યના પાંચ જિલ્લામાં હવે અમલ થશે. આ નિયમો હેઠળ ઊંચા મોજાંની સીમારેખાની 100 મીટર્સ સુધી સીઆરઝેડ હળવી કરાઇ છે. આનો અર્થ એ થાય કે મુંબઈમાંના સેંકડો પ્લોટ હવે સીઆરઝેડની નિયમાવલીમાંથી સત્તાવાર રીતે બહાર આવી જશે. મુંબઈ, તેનાં પરાં, રત્નાગિરિ, રાયગઢ અને સિંધુદુર્ગ જિલ્લાઓ માટે કૉસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન મંજૂર કરાયો છે એમ પર્યાવરણ મંત્રાલયના પત્રમાં કહેવામાં આવ્યું છે.
થાણે, પાલઘર, નવી મુંબઈ, જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ માટેનો કૉસ્ટલ ઝોન મૅનેજમેન્ટ પ્લાન (સીઝેડએમપી) હજી મંજૂર કરાયો નથી. આમ તો સીઝેડએમપી માટે 2017ના નોટિફિકેશનને આખરી સ્વરૂપ અપાઈ રહ્યું છે ત્યારે કેન્દ્રની સીઆરઝેડ નોટિફિકેશન, 2018ને તિલાંજલિ આપવાની તૈયારી જણાય છે. પ્રથમ 1991 સીઝેડએમપી આમ તો 1999માં તૈયાર હતો અને અમલ 2000ની સાલમાં થયો હતો. ત્યારે એ નોંધવું રસપ્રદ રહેશે કે સીઝેડએમપી 2011ને પણ એટલો જ સમય લાગે તે એક કમનસીબ બાબત છે, કારણ કે આપણી પાસે તેનો નક્શો ઝડપી તૈયાર કરવા ટેક્નૉલૉજી છે એમ રિયલ એસ્ટેટ ઉદ્યોગના એક સલાહકારે જણાવ્યું હતું.
નવા સીઝેડએમપી થકી ખાર, બાંદરા, બેલર્ડ ઇસ્ટેટ, ફોર્ટ, ગિરગામ, માહિમ વગેરે જે અખાતી અને ક્રીક વિસ્તારોમાં આવી જાય છે તેમાં મકાનોનાં રિડેવલપમેન્ટ માટે કૉસ્ટલ ઝોન મેનેજમેન્ટ અૉથોરિટીનો સંપર્ક સાધવાનું જરૂરી નહીં રહે. હવે આ પ્લાનની મંજૂરી મેળવવાની બાબત એક ઔપચારિકતા રહી જશે.
રાજ્યના પર્યાવરણ ખાતાના પ્રિન્સિપલ સેક્રેટરીએ જણાવ્યું હતું કે પ્લાન્સ આગામી સપ્તાહમાં મળી જવાની ધારણા રખાય છે અને આ મહારાષ્ટ્ર કૉસ્ટલ ઝોન મેનેજમેન્ટ અૉથોરિટીની વેબસાઈટ પર રજૂ કરાશે. જે પ્રોજેક્ટો માટે સરકારની મંજૂરી મળવાની રાહ જોઈ રહ્યા છે તેના પર નિર્ણય લેવા એમસીઝેડએમએની કમિટીની આવતા સપ્તાહે બેઠક મળશે. આ પ્રોજેક્ટોમાં વરલી ખાતેનો ડૉ. બી. આર. આંબેડકર મેમોરિયલ પ્રોજેક્ટ સમાવિષ્ટ છે.
નવું સીઝેડએમપી દરિયા સ્તરથી પ્રોજેક્ટોનો વિસ્તાર બરોબર છે કે નહીં તે તપાસશે. આ  રીતરસમથી ડેવલપમેન્ટને કોઈ બાધા નહીં નડે. લોકોને સીઆરઝેડની મંજૂરી લેવાની જરૂર નહીં રહે. તે હવે પ્લાનિંગ અૉથોરિટી પર છોડી દેવાશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer