`બેસ્ટ''ના વીજદર છથી આઠ ટકા ઘટયા

મહાવિતરણ, અદાણી અને તાતા પાવરના ઘરગથ્થુ વપરાશના વીજદર વધ્યા
 
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 12 : મહારાષ્ટ્ર વીજ નિયામક પંચે વર્ષ 2018થી 2020ના સમયગાળા માટે રાજ્યમાં ઘરગથ્થુ, કૃષિ અને ઔદ્યોગિક વપરાશ માટેની વીજળીના નવા દર જાહેર કર્યા છે. આ દર પહેલી સપ્ટેમ્બર, 2018થી લાગુ પડશે.
વીજ નિયામક પંચના અધ્યક્ષ આનંદ કુલકર્ણીએ પત્રકારોને જણાવ્યું હતું કે વર્ષ 2018-19 માટે દક્ષિણ મુંબઈમાં `બેસ્ટ'ના ઘરવપરાશના વીજદર છથી આઠ ટકા ઘટાડવામાં આવ્યા છે જ્યારે ઉત્તર મુંબઈમાં વીજપુરવઠો કરતી અદાણી ઇલેક્ટ્રિસિટી અને તાતા પાવર દ્વારા ઘરવપરાશના વીજદરમાં એક ટકા સુધી વધારો કરવામાં આવ્યો છે.
પેટ્રોલિયમ પેદાશો પછી મહારાષ્ટ્રવાસીઓને હવે વીજ નિયામક પંચે વીજળીનો આંચકો આપ્યો છે. `મહાવિતરણ'ની વીજળીનો દર હવે વધવાનો છે એવી માહિતી `પંચ'ના વડા આનંદ કુલકર્ણીએ આપી હતી.
ઘરગથ્થુ વપરાશ માટે વીજળીનો દર પ્રથમ 100 યુનિટ માટે યુનિટ દીઠ 5.07 રૂપિયા અને 101થી 300 યુનિટ સુધીનો દર 8.74 રૂપિયા છે. હવે તે વધીને અનુક્રમે 8.74 રૂપિયા અને 8.95 રૂપિયા થશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer