જી-વન ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર ચૅમ્પિયન ફાઇનલમાં ગુજરાત સામે શાનદાર વિજય

રાજકોટ તા.14: જી-વન એક દિવસીય ક્રિકેટ સ્પર્ધામાં સૌરાષ્ટ્રની ટીમ ચેમ્પિયન બની છે. આજે આણંદ ખાતે રમાયેલા ફાઇનલમાં સૌરાષ્ટ્ર-વન ટીમનો ગુજરાત-ટૂ ટીમ સામે 5 વિકેટે શાનદાર વિજય થયો હતો. સૌરાષ્ટ્ર તરફથી જયદેવ શાહે આતશી 70 અને યુવા સમર્થ વ્યાસે શાનદાર 77 રન બનાવ્યા હતા.
ગુજરાત-ટૂ ટીમે 49.5 ઓવરમાં 245 રન કર્યાં હતા. જેમાં ચિરાગ ગાંધી અને રુજુલ ભટ્ટના 44 રન હતા. પ્રિયાંક પંચાલે 42 રનનું યોગદાન આપ્યું હતું. સૌરાષ્ટ્ર તરફથી શૌર્ય સાંદિયાએ, ચિરાગ જાનીએ અને ધર્મેન્દ્ર જાડેજાએ 2-2 વિકેટ લીધી હતી. આ પછી સૌરાષ્ટ્ર-વન ટીમે 246 રનનો વિજય લક્ષ્યાંક 5 વિકેટ ગુમાવીને 42.2 ઓવરમાં પાર પાડી લીધો હતો. સૌરાષ્ટ્ર તરફથી સમર્થ વ્યાસે 61 દડામાં 13 ચોકકાથી 77 અને જયદેવ શાહે 53 દડામાં 7 ચોકકા અને 3 છકકાથી 70 રન કર્યાં હતા. અર્પિત વસાવડાએ તેનું ફોર્મ જાળવી રાખીને 45 રન બનાવ્યા હતા. આથી સૌરાષ્ટ્ર-વન ટીમ જી-વન ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બની હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer